
તા.04/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ વિવિધ તાલુકામા ખાલી પડેલ ગ્રામરક્ષક દળની ભરતી પ્રક્રિયા યોજાયા બાદ નિમણૂક પામેલા GRD સભ્યોની તાલીમ 15 દિવસ સુધી યોજવામાં આવી હતી જેમાં દસાડા તાલુકાના પાટડી અને બજાણા પોલિસ મથકના નિમણૂક પામેલ સભ્યોની તાલીમ ધાંગધ્રા તાલુકાના રાયગઢ ખાતે યોજાઈ હતી દસાડા તાલુકાના પાટડી, બજાણા પોલિસ મથકના ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારની સુરેન્દ્રનગર ખાતે દોડ તથા શારીરિક કસોટી યોજાઈ હતી જેમાં પાટડી પોલીસ મથક વિસ્તારમાં માત્ર ત્રણ જ સભ્યો ઉત્તિર્ણ થયા હતા જેમાં ઉત્તિર્ણ થયેલ એક દ્વારા રસ દાખવવામાં આવ્યો ન હતો ઉત્તિર્ણ થયેલ ધાંગધ્રા અને પાટડી, બજાણાના ગ્રામ રક્ષક દળના જવાનો તાલીમ કેમ્પ 15 દિવસ સુધી ધાંગધ્રાના રામગઢ ખાતે યોજાયો હતો જેમાં એડીઆઇ ઈશ્વર ખાંભલા દ્વારા બેઝિક તાલીમ આપવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામરક્ષક દળના પોલિસ સબ ઇન્સ્પેક્ટર સી.એમ.તડવી, ક્લાર્ક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કીર્તિભારતી ગોસ્વામી તથા દસાડા તાલુકા જીઆરડી જમાદાર હેડ કોન્સ્ટેબલ એન.જે.મેરાણી,અને ધાંગધ્રા તાલુકા જીઆરડી જમાદાર અનવરખાન મલિક ઉપસ્થિત રહ્યા હતા અને પોલિસ ખાતા તથા કામગીરી બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.





