વઢવાણ નકટી વાવ મેલડી માતાજીના મંદિરે જવાના રસ્તે દર રવિવારે ટ્રાફિક જામની સમસ્યા

તા.03/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વઢવાણમાં આવેલા નકટી વાવ મેલડી માતાજીના મંદિરે અનેક માઇભક્તો દર્શન કરવા માટે જતા હોય છે ત્યારે આ રસ્તે દર રવિવારે મોટી સંખ્યામાં લોકો વાહન ચાલકને જો પદયાત્રી આવતા હોય છે ટ્રાફિક જામને કારણે લોકોને પરેશાની થવા સાથે અકસ્માતનો ભય રહેતો હોવાથી ટ્રાફિક નિયમન વ્યવસ્થાની લોકમાંગ ઉઠી છે વઢવાણથી કોઠારિયા રોડ પર જતા આવતા નકટી વાવના મેલડી માતાજીનું સ્થાનક અનેક લોકોના આસ્થાનું કેન્દ્ર હોવાથી અહીં મોટી સંખ્યામાં માઇ ભક્તો દર્શન માટે આવતા હોય છે જેમાં રવિવાર અને મંગળવારે પણ પદયાત્રા કરી લોકો માતાજીની બાધા પૂરી કરતા હોય છે ત્યારે આ રસ્તો સિંગલ પટ્ટી રોડ હોવાથી સાંકડો છે જેના પર મોટા વાહનો આડેધડ પાર્કિગ કરી દેવાય છે જ્યારે સાંજે સવારે પદયાત્રીઓ પણ વધુ આવતા હોવાથી રિક્ષા, કાર, બાઇક સહિતના વાહનો એક સાથે અવરજવર વધતા ટ્રાફિક જામ થાય છે જેના કારણે ઘર્ષણના બનાવો પણ બનતા હોય છે જ્યારે ટ્રાફિકમાં પદયાત્રીઓને અકસ્માતનો ભય પણ રહે છે આથી કાયમી મંગળવાર અને રવિવારે ટ્રાફિક નિયમનની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.