
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં થોડા દિવસ પૂર્વે કમોસમી માવઠું વર્તાયુ હતુ. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં કમોસમી વરસાદનાં પગલે ખેડૂતોનાં પાકોને જંગી નુકશાન થયુ હતુ. તેવામાં શુક્રવારે ફરીવાર ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા,વઘઇ સહીત સૂબિર પંથકોમાં સમયાંતરે વાદળોએ ઘેરાવો ભરતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.ગિરિમથક સાપુતારા ખાતે વાદળોએ ઘેરાવો ભરતા જોવાલાયક સ્થળો રમણીય બની જવા પામ્યા હતા.સાથે આહલાદક વાતાવરણમાં ફરવા આવેલ પ્રવાસીઓની મોજ પડી જવા પામી હતી..
[wptube id="1252022"]





