
વિજાપુર તાલુકા પંચાયતના ટીએલઇ કર્મચારી નું હાર્ટ એટેક થી મોત કર્મચારીગણ માં શોક ની લાગણી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયત ખાતે કોમ્પ્યુટર ઓપરેટ તેમજ ટી.એલ.ઇ તરીકે ફરજ બજાવતા દીનેશજી ઠાકોર ગવાડાવાળા હાલમાં લોકસભાની ચૂંટણીની કામગીરી ચાલતી હોઈ જેઓ ને મામલતદાર કચેરી કંટ્રોલ રૂમ માં રાખ્યા હતા. બુધવારના બપોરે ૧-૩૦ કલાકે . તેઓ મામલતદાર કચેરીની બહાર ચા પીવા માટે આવ્યા હતા. તે દરમ્યાન છાતીમાં દુખાવો ઉપડતા તેઓને એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. ગત સાંજના સારવાર દરમ્યાન તેઓનું નિધન થતા પરીવાર જનો તેમજ કર્મચારીઓ માં ભારે ગમગીની ફેલાઈ હતી.મૃત્યુ ના સમાચાર ને પગલે તાલુકા પંચાયત ના કર્મચારીઓ તેમજ મામલતદાર કચેરીના કર્મચારીઓ સહીત કર્મચારી મંડળ તેઓની સ્મશાન યાત્રા માં લોકો જોડાયા હતા
[wptube id="1252022"]





