
16-જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
નવી શિક્ષણનિતીને ધ્યાનમાં રાખી વિધાર્થીના સર્વાંગી વિકાસને ઉજાગર કરતી દેશી રમતોમાં 100 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
મુન્દ્રા કચ્છ :- રમતએ શિક્ષણનો ભાગ છે તથા તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન રહેલુ છે તે ઉક્તિને ધ્યાને લઇ વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી વિકસે તેવા ઉમદા આશયથી મુન્દ્રાની એસ. ડી. શેઠિયા બી. એડ. કોલેજ દ્વારા સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામા આવ્યુ હતું.
નવી શિક્ષણનિતીને ધ્યાનમાં રાખી વિધાર્થીના સર્વાંગી વિકાસને ઉજાગર કરતી પ્રાચીન દેશી રમતોમાં 100 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની આગવી શારીરિક શક્તિનો પરિચય કરાવેલ.
સ્પોર્ટ્સ ડે અંતર્ગત યોજાયેલ સંગીત ખુરશીમાં હેમાંશી ચૌહાણ અને ગોપાલ ટાપરિયા, લીંબુ ચમચીમાં કવિતા વરચંદ અને ઘનશ્યામ ગઢવી, ગોળા ફેંકમાં વૈદેહી સોરઠીઆ અને હિરેન ગઢવી તથા ત્રિપગી દોડ બહેનોમાં ઝોહરા અવાડિઆ અને જયશ્રી કદાવલાની જોડી તથા ભાઈઓમાં ગોપાલ ટાપરિયા અને રામ સાંખરાની જોડી વિજેતા રહી હતી. જ્યારે રસ્સા ખેંચમાં બહેનોની ટીમે ભાઈઓની ટીમને પરાજય આપીને આંચકો આપ્યો હતો.
સમગ્ર સ્પોર્ટસ ડેની ઉજવણી કરવા કોલેજના પ્રિન્સીપાલ ડો. એલ. વી. ફફલ, સમગ્ર સ્ટાફગણ તથા રમત ગમત સમિતિના મીરા મોતા, હાંસબાઈ સાંખરા, રાધા બાંભણીયા અને પ્રેક્ષા પટેલે ભારે જહેમત ઉઠાવી હતી.








