GUJARATNAVSARI

Navsari: મિશન મંગલમ યોજના થકી અમે આર્થિક રીતે નિર્ભર બન્યા છે – જય અંબે સખી મંડળના લાભાર્થી સંગીતાબેન પટેલ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ નવસારી જિલ્લામાં તા.૩૦ મી નવેમ્બર થી પ્રારંભ થયો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ થકી કેન્દ્ર અને રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો વિશે જાગૃત કરી, લાભાર્થીઓને ઘર આંગણે જ લાભોનું વિતરણ કરવામાં આવી રહયું છે.
‘મેરી કહાની,મેરી જુબાની’ અંતર્ગત ચીખલી તાલુકાના તેજલાવ ગામના સંગીતાબેન પટેલ જણાવે છે કે જય અંબે સખી મંડળની રચના કરી હતી. જેમાં ૧૦ જેટલી બહેનો જોડાઈ હતી. જેમાં દર મહિને અમે બસો રૂપિયાની બચત કરીએ છીએ. અમોને બરોડા ગુજરાત ગ્રામિણ બેંકમાંથી રૂા.૨૦૦૦૦૦/- લોન મળેલ છે.  લોનનો ઉપયોગ અમે પશુપાલનમાં કર્યો હતો. પશુપાલન વ્યવસાય થકી અમે આર્થિક રીતે સધ્ધર બની ઘરમાં મદદરૂપ બનીએ છીએ. અમે જે બચતના રૂપિયા વેડફી નાંખતા હતાં હવે આ યોજનામાં જોડાવાથી અમે આત્મનિર્ભર બન્યા છે. સરકારશ્રીની મિશન મંગલમ યોજના થકી અમે પગભર બન્યા છીએ. તે બદલ જય અંબે સખી મંડળના બહેનો વતી હું સરકારશ્રીનો ખુબ ખુબ આભાર વ્યકત કરું છું.     

[wptube id="1252022"]
Back to top button