
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ
આદિવાસી સમાજના આગેવાનોને કોઈક ને કોઈક રીતે ફસાવવા માટે અવારનવાર પ્રયત્ન કરવામાં આવતા હોય છે અને આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરનાર આગેવાનોને શર્મિંદા કરવામાં આવતા હોય છે. એક રીતે ચૈતર વસાવા જેવા આદિવાસી નેતાને પણ ખોટા કેસમાં ફસાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેને લઈને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ મુખ્ય મથક આહવા ખાતે આવેદનપત્ર પાઠવ્યુ હતુ.ડેડીયાપાડા ખાતે સરકારે ખેડૂતને વન અધિકાર કાયદા ૨૦૦૬ મુજબ હકપત્ર આપ્યુ છે. ત્યારે ખેડૂતે આજુબાજુની હકની જમીન ઉપર અને અન્ય પીએફ ની જગ્યામાં કપાસનું વાવેતર કર્યું હતુ.કપાસના પાકને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ કાપી નાખ્યા હતા.આ સમગ્ર મામલાને લઈને ખેડૂત ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા પાસે ગયા હતા.જે બાદ ચૈતર વસાવા અને ખેડૂતો કર્મચારીઓ પાસે પહોંચ્યા હતા.અને સમાધાન કર્યું હતુ.જે બાદ કર્મચારીઓએ નુકસાન પેટે રૂપિયા ચૂકવ્યા હતા. જે બાદ કર્મચારીઓએ ડેડીયાપાડા પોલીસ મથકે ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.અને નુકસાન પેટે ચૂકવેલ રૂપિયાને ખંડણી નું નામ આપી દીધું હતું.ત્યારે આ રીતે આદિવાસી આગેવાન ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવવા માટે અને બદનામ કરવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.આ રીતે આદિવાસી સમાજના આગેવાનોને ફસાવીને તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે તેવા નિવેદન સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ મુખ્ય મથક આહવા ખાતે આવેદનપત્ર પાઠવ્યુ હતુ.ત્યારે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી, ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર, ડાંગ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ લતા ભોયે, સુબિર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગુલાબ ગાંગુર્ડે, આહવા તાલુકા મહિલા પ્રમુખ હીના પટેલ, સોશિયલ મીડિયા પ્રમુખ મનીષ મારકણા,જે.જે.વાડુ વગેરે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..





