સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે ફરતા પશુ દવાખાનાની 7 એમ્બ્યુલન્સને કેન્દ્રીય રાજ્યમંત્રીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું.

તા.20/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે પશુઓની સારવાર માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ફરતા પશુ દવાખાનાની 7 એમ્બ્યુલન્સને કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા ફરતા પશુ દવાખાનાની એમ્બ્યુલન્સનું નિરીક્ષણ કરી સેવાને બિરદાવવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ફરતા પશુ દવાખાનાની 7 એમ્બ્યુલન્સને 7 તાલુકામાં મુકવામાં આવી છે આ એમ્બ્યુલન્સનું ચુડા તાલુકાનું વલાળા ગામ, ધ્રાંગધ્રા તાલુકાનું રાજસીતાપુર ગામ, લખતર તાલુકાનું તલસાણા ગામ, લીંબડી તાલુકાનું બોરણા ગામ, સાયલા તાલુકાનું ડોળીયા ગામ, મુળી તાલુકાનું સરા ગામ અને વઢવાણ તાલુકાનું ખોડુ ગામ મુખ્ય મથક રહેશે આ મુખ્ય મથકની આજુબાજુના રૂટના ગામોને આ પશુ સારવારનો લાભ મળશે આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.સી સંપટ, આઈએએસ અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, નિવાસી અધિક કલેકટર આર કે ઓઝા, ઇન્ચાર્જ નાયબ પશુપાલન નિયામક ડૉ.ભાવિક પટેલ, ઇન્ચાર્જ મદદનીશ પશુપાલન નિયામક ડૉ.મન્સૂરી તેમજ GVK પ્રોજેક્ટ મેનેજર ડૉ. મયંક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.