
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
માલપુર તાલુકાના પરસોડા ગામ માં આવેલા ખોડિયાર માતાજી ના મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે વિના મૂલ્ય ભોજન પ્રસાદી શરૂ કરાઇ

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં તાજેતરમાં જય ખોડલ ટ્રસ્ટ દ્વારા ખોડિયાર માતાજી મંદિર માં કાગવડ ના ખોડલ ટ્રસ્ટ ના અધ્યક્ષ નરેશ પટેલના અધ્યક્ષસ્થાને તેમજ સંતો મહંતો ની ઉસ્થિતિ માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો બાદ મંદિર માં ખોડલ માતાજી ના દર્શને આવતા ભક્તો અને દર્શનાર્થીઓ માટે દર રવિવારે વિના મૂલ્ય ભોજન પ્રસાદી ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું ટ્રસ્ટ ના અધ્યક્ષ ઈશ્વરભાઈ પટેલ એક મુલાકાત માં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં રોજે રોજના ભાવિક ભકતો માટે ભોજન પ્રસાદી શરૂ કરશે તેમજ સર્વ જ્ઞાતિ જાતિ ના કલ્યાણ માટે આરોગ્ય સેવાઓ , શિક્ષણ સુવિધાઓ, ખેત તલાવડી, ખેતી ,વેપાર સહિત ગામમાં વિકાસ ના કર્યો કરશે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ અનુભવી નિષ્ણાતો દ્વારા કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવશે સાથે વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમો, ગૌ શાળા સહિત વિકાસ ના લગતા તમામ કર્યો કરશે









