

9 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગુજરાત સરકાર અને EMRI GREEN HEALTH SERVICES દ્વારા ચાલતી નિ:શુલ્ક ૧૦૮ સેવા એ અમૂલ્ય જીવ બચાવ્યા છે અને તેવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પાલનપુર ૧૦૮ ની ટીમ ને તારીખ ૬ ના રોજ અંદાજે ૧૧:૪૦ વાગે રામપુરા ગામે પ્રસૂતિ પીડા નો કોલ મળ્યો હતો કોલ મળતાની સાથે ૧૦૮ ના પાઈલોટ ચેહરાજીભાઈ અને ઈ.એમ.ટી ખુશ્બુબેન તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દર્દી ખેતર માં હતા દર્દી ને તપાસતા માલૂમ પડ્યું હતું કે દર્દી ને પ્રસૂતિ ની પીડા નો દુખાવો ખૂબ જ હતો અને બ્લડિંગ પણ ચાલુ હતું અને તેના થી ગંભીર બાળક ના ગળા માં નાળ વીંટળાયેલી હતી આ કેસ ની સંપૂર્ણ માહિતી હેડ ઓફિસ અમદાવાદ સ્થગિત ડો શ્રી ની આપી અને તેમની સલાહ મુજબ પાઈલોટ ની મદદ વડે સફળ પ્રસૂતિ કરાવી બાળક ના ગળામાં વીંટળાયેલી નાળ દૂર કરી હતી ત્યાર બાદ બાળક ના શ્વાસ અને ધબકારા ઓછા હતા તાત્કાલિક ઓક્સિજન અને જરૂરી દવાઓ આપી વધુ સારવાર અર્થે માતા અને બાળક ને નજીક ની સરકારી હોસ્પિટલ માં લઈ ગયા હતા અને તેમના પરિવારજનો એ ૧૦૮ ની સમગ્ર ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ૧૦૮ એમ્બ્યુલન્સ અને તેમનો તાલીમ બધ્ધ સ્ટાફ તાત્કાલિક પહોંચી ગયા હતા અને તેમના આ સારવાર થી માતા અને બાળક નો જીવ બચી ગયો હતો.









