ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજનાની આજથી અરજી કરી શકાશે
આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજયના ખેડૂતોને ખેતીવાડી ખાતાના ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના માટે અરજીઓ મેળવવા આઇ ખેડૂત પોર્ટલ આજ સવારના ૧૦:૩૦ કલાકે થી તા.૨૮/૦૧/૨૦૨૪ સુધી ખેડૂતો દ્રારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.
વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાણાંકીય લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઈ ખેડૂતોએ ” ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના ” માં લાભ મેળવવા માંગતા હોય તેમણે અરજી વખતે ૮-અ, આધાર કાર્ડની નકલ અને બેંક પાસબુકની નકલ રાખવાની રહેશે. અને ઓનલાઈન અરજી કરી અરજીની નકલ પોતાની પાસે રાખવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયતની એક અખબારી યાદીમાં જણાવાયું છે.





