AHAVADANGGUJARAT

Dang: AUAA નામે છેતરપિંડી કરતી ટોળકીથી સાવધ રહેવા સાપુતારા પોલીસની ટીમે અપીલ કરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા તેમજ સાપુતારા પો.સ્ટે.નાં પો.સબ.ઇન્સ. કે.જે. નિરંજન દ્વારા અલહાબાદ યુનિવર્સિટી એલ્યુમની એસોસિએશન (AUAA)નાં નામ હેઠળ કોઈ ત્રાહિત વ્યક્તિઓ દ્વારા ભંડોળ એકઠુ કરવામાં આવે છે.તેમજ છેતરપીંડી કરી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરવામાં આવે છે.તો ડાંગ જિલ્લામાં આવી કોઈ લોભામણી જાહેરાતોથી વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા છેતરાઈને ભંડોળ આપવુ નહી.અને આવી જાહેરાતોથી દુર રેહવા માટે ડાંગનાં લોકોને તેમજ ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓને ડાંગ જિલ્લાનાં પોલીસ વિભાગ દ્વારા સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે. અને આવી જાહેરાતોથી કોઈ વ્યક્તિ પાસેથી અજાણ્યા ઈસમો દ્વારા પૈસાની માંગણી કે ખંડણી કરવામાં આવે તો નજીકનાં પોલીસ સ્ટેશનમાં જાણ કરવા ડાંગ જિલ્લાના પોલીસ વડા યશપાલ જગાણીયા દ્વારા જાહેર જનતા જોગ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે…

[wptube id="1252022"]
Back to top button