GUJARATSINORVADODARA
શિનોરના PSI એ.આર.મહિડાની બદલી થતા પુષ્પ વર્ષા સાથે વિદાય અપાઇ તેમજ નવા PSI આર.આર .મિશ્રા ને ફૂલ માળા પેહરાવી વેલકમ કરાયાં
શિનોર તાલુકા PSI એ.આર.મહિડાની વડોદરા કન્ટ્રોલ રૂમ લીવ રિઝર્વ પેરોલ ફર્લો સ્કોડમા બદલી થતાં શિનોર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સચિનભાઈ પટેલ ,શિનોર ગ્રામ પંચાયતના ઉપસરપંચ નીતિનભાઈ ખત્રી દ્વારા ફૂલહાર પહેરાવીને વિદાય આપવામાં આવી જ્યારે સમગ્ર શિનોર પોલીસ સ્ટાફ દ્વારા પુષ્પ વર્ષા સાથે વિદાય આપવામાં આવી. તેમજ નવા આવેલ પી.એસ.આઇ. આર. આર .મિશ્રા ને સચિન ભાઈ પટેલ તેમજ નીતિન ભાઈ ખત્રી તેમજ શિનોર પોલીસ સ્ટાફ દ્વારા ફૂલ માળા અર્પણ કરી વેલકમ કરાયાં હતાં. ઉલ્લેખનીય છેકે PSI એ.આર.મહિડા શિનોર તાલુકામાં નવ મહિનાનાં કાર્યકાળ દરમિયાન અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો તેમજ એમના નવ મહિનાના કાર્યકાળ દરમિયાન અસામાજિક પ્રવુતિઓ કરતા લોકો ભૂગર્ભ માં સંતાઈ ગયા હતા.તેમજ શિનોર તાલુકાની જનતા તેમજ શિનોર પોલીસ સ્ટાફ સાથે રહી પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાત સાર્થક કરી હતી. તેમજ મોટા ફોફડિયા ખાતે બ્લડ ડોનેટ કાર્યક્રમ તેમજ પ્રજાલક્ષી અનેક કાર્યક્રમો કરી શિનોર તાલુકાની પ્રજામાં એકતા તેમજ ભાઈચારો બની રહે માટે અનેક પ્રયત્નો કર્યા હતા.જેથી પી.એસ.આઈ એ.આર.મહીડા જેવા જાંબાઝ પોલીસ અફસર ની શિનોર તાલુકામાં ખોટ વર્તાય એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ફૈઝ ખત્રી...શિનોર



[wptube id="1252022"]





