
7 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ગુજરાત માળી સમાજ મહામંડળની સાધારણ સભામાં હોદેદારોની વરણી અમદાવાદમાં સમસ્ત માળી સમાજ મહામંડળની પ્રથમ સાધારણ સભામાં ગુજરાતના ૩૩ જિલ્લામાંથી માળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. સમારંભના અધ્યક્ષપદે બનાસકાંઠાના વતની અને નિવૃત્ત શિક્ષક અરજણભાઈ માળીની વરણી કરવામાં આવી હતી. સમસ્ત ગુજરાત માળી સમાજના પ્રમુખ તરીકે ભાવિકભાઈ રામી (પાટણ) ની નિમણૂં કરાઇ હતી. નવા વરાયેલા પ્રમુખ ભાવિકભાઈ રામી દ્વારા તેમનાં આયોજન મુજબ સમગ્ર ગુજરાતને પાંચ ઝોનમાં વહેંચી વિસ્તાર પ્રમાણે પ્રદેશનું 33 જણનું માળખું જાહેર કર્યું હતું. સલાહકાર સમિતિની નિમણુંક કરતાં સમિતિનાં અધ્યક્ષ પદે રાજકોટના બાલકૃષ્ણભાઈ મકવાણાની સર્વાનુમત્તે નિમણૂક કરી હતી. ટ્રસ્ટીઓમાં અને હોદ્દેદારોમાં મહિલાઓને પણ સ્થાન આપવામાં આવ્યું હતું. સમગ્ર પ્રોગ્રામનું સંચાલન કનૈયાલાલ કે.રામી (મહેસાણા) દ્વારા કરવામાં આવ્યું હતું.





