વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી તા -૩૦ માર્ચ : કેન્દ્ર સરકાર દ્વારા UA(P)A એક્ટ હેઠળ SIMI(સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા) સંસ્થા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે બાબતે નિમાયેલ ટ્રિબ્યુનલ દ્વારા ગત તા.૨૯ ફેબ્રુ.ના રોજ પ્રાથમિક સુનાવણી રાખવામાં આવી હતી. અને આગામી સુનાવણી તા.૯/૪/૨૦૨૪ ના રોજ કોર્ટ નં.૧૬, દિલ્હી હાઈકોર્ટ, ન્યુ દિલ્હી ખાતે રાખવામાં આવી છે. સિમી સંસ્થા સાથે જોડાયેલ વ્યક્તિઓને આ સંદર્ભે જો કોઈ રજૂઆત, વાંધા/જવાબ એફિડેવિટ હોય તો ટ્રિબ્યુનલની સુનાવણીની આગામી તારીખ પહેલાં કોર્ટ રૂમ નંબર-૧૫, ગ્રાઉન્ડ ફ્લોર, ‘એ’ બ્લોક, દિલ્હી હાઈકોર્ટ, શેરશાહ રોડ, નવી દિલ્હી ખાતે ફાઈલ કરવા/પહોંચાડવા જાહેર નોટીસ દ્વારા જણાવાયું છે.જો આ દસ્તાવેજો પ્રાદેશિક ભાષામાં હોય તો તેનો સાચો અંગ્રેજી અનુવાદ પણ જોડવા માટે રજિસ્ટ્રારશ્રી જિતેન્દ્ર પ્રતાપ સિંગ, ગેરકાનૂની પ્રવૃત્તિઓ(નિવારણ) ટ્રિબ્યુનલ, દિલ્હી હાઈકોર્ટ બિલ્ડિંગ, શેરશાહ રોડ, નવી દિલ્હીને મોકલવા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા જણાવાયું છે.









