AHAVADANGGUJARAT

ડાંગનાં આહવા ખાતે ખાપરી નદીએ ન્હાવા ગયેલ યુવકની મોટરસાયકલની ચોરી થઈ.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

આહવા ખાતે યુવક તેના મિત્રો સાથે ખાપરી નદીએ ન્હાવા ગયો હતો.અને નદી નજીક મોટરસાયકલ પાર્ક કરી હતી.જે બાદ યુવક અને તેના મિત્ર પરત ફર્યા હતા ત્યારે મોટરસાયકલ મળી આવી નહોતી.જેને લઇને પોલીસ ફરિયાદ નોંધાઇ.આહવા તાલુકાના બોરખેત ગામના શૈલેષ ચંદ્ર સાપટે તેના મિત્રો સાથે મોટરસાયકલ રજી. નં.GJ-30-B-2828 પર સવાર થઈ  દેવીનામાળ,ખાપરી નદી ભુસદા ચેકડેમમાં નાહવા માટે ગયા હતા. અને મોટરસાયકલ  મેઇન રસ્તો છોડીને નદીના કિનારા પાસે પાર્ક કરી હતી.જે બાદ યુવક અને તેના મિત્રો નદીમા નાહવા માટે નિકળી ગયા હતા સાંજના છ વાગ્યાના સુમારે નાહી ધોઇને પરત ગાડી પાર્ક કરેલ જગ્યાએ આવ્યા હતા.પરંતુ ત્યાં તેમને મોટરસાયકલ મળી આવી નહોતી.જેથી તેમને આસપાસના વિસ્તારમાં મોટરસાયકલ ની શોધખોળ હાથ ધરી હતી.પણ મોટરસાયકલ મળી આવી નહોતી.જે બાદ યુવકે મોટરસાયકલ (જેની કિંમત રૂપિયા ૪૮,૧૦૦/- ) ચોરી ની ફરિયાદ આહવા પોલીસ મથકે નોંધાવી હતી.આહવા પોલીસે મોટરસાયકલ ચોરી અંગેનો ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે..

[wptube id="1252022"]
Back to top button