સિદ્ધિ સિમેન્ટ કંપની ની દાદાગીરી સુત્રાપાડા ના વાવડી વાડી વિસ્તારને છોડતો મુખ્ય માર્ગ તોડી પડાયો.
વાત્સલ્યમ સમાચાર
દાનસિંહ વાજા સુત્રાપાડા
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામ ના સીમ વિસ્તારમાં તળાવ આવેલું છે જેની બાજુમાં જાહેર રસ્તો આવેલો છે જાહેર રસ્તો તેમજ તળાવની પાડ ને ખાનગી કંપની સિદ્ધિ સિમેન્ટ દ્વારા ખોદી કાઢવામાં આવેલ હોવાથી ખેડૂતોને વાહન ખેતરે લઈ જવા સહિત ના કામોમાં ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ અંગે વેદના ઠાલવતું આવેદનપત્ર સુત્રાપાડા મામલતદાર ને આપી ઘટતી કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
સુત્રાપાડા તાલુકા ના વાવડી ગામના ખેડૂતો એ આપેલ આવેદનપત્ર માં જણાવેલ કે, વાવડી ગામના સીમ વિસ્તારમાં તળાવ આવેલું છે. જેની બાજુમાંથી પસાર થતાં જાહેર માર્ગ નું ગામ લોકો દ્વારા નિયમિત ઉપયોગ કરવામાં આવે છે. આ રસ્તો તથા તળાવનો પાળો બંનેને સિદ્ધિ સિમેન્ટ કંપની દ્વારા ગેર વ્યાજબી રીતે તોડી નાખેલું છે. જેના કારણે ખેડૂતો અને ગ્રામજનોને અવર જવર કરવામાં તથા ખેતીકામના સાધનો ખેતરે લઈ જવામાં અને પરત લાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુશ્કેલી અંગે કંપનીના કર્મચારીઓ સમક્ષ મૌખિક રજૂઆત કરાતા તેઓએ ઉદ્ધતાભર્યું વર્તન કરતા કહેલું કે, તમારાથી થાય તે કરી લેજો અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી આ રસ્તો તો આમ જ રહેશે તેવો જવાબ આપેલો.
વધુમાં આ રસ્તાની બાજુમાં સિદ્ધિ સિમેન્ટ કંપનીની માઈન્સ આવેલી હોય જેની ફરતે પણ પાડો બનાવેલી નથી. જેથી આ રસ્તા પર અકસ્માત નો ભય રહે છે. તેથી સિદ્ધિ સિમેન્ટ કંપની દ્વારા ખોદકામ કરાયેલ રસ્તો અને તોડી પડાયેલા તળાવ ની પાળો ફરી બનાવી આપે તેવી માંગણી કરી હતી.










