ચોટીલા તાલુકાના કંધાસર ગામની સીમમાંથી વન વિભાગ દ્વારા દિપડાને પાંજરે પુરાયો.

તા.12/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના માંડવ વન અને ચોટીલાના ડુંગરાળ પ્રદેશમાં દીપડાઓ દેખાવાના અવાર નવાર બનાવો બનતા હોય છે ત્યારે ફોરેસ્ટ વિભાગે મોટા કાંધાસર ગામની આજુબાજુ ફરતા દીપડાને રેસકયુ કરીને પાંજરે પર્યો હતો તે દીપડાને માંડવ વનમાં મુકત કરાયો હતો ચોટીલાના મોટા કાંધાસર ગામની આજુબાજુમાં ઘણા સમયથી દીપડો ફરતો હતો જોકે દીપડાએ કોઇના ઉપર હુમલો કર્યો ન હતો છતા લોકોને ડર ન રહે તે માટે જિલ્લા ફોરેસ્ટ અધિકારી નીકુંજસિંહ પરમાર, ચોટીલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.ડી. રોજાસરા, વનપાલ બી.બી.ખાચર સહિતની ટીમે દીપડાને પાંજરે પૂર્યો હતો આથી તેને માંડવ વનમાં મુક્ત કરાયો હતો આ બાબતે વધુ વિગતો આપતા એન.ડી. રોજાસરાએ જણાવ્યું કે દીપડાને પકડવા કરતા તેને મુકત કરવાની કામગીરી વધુ જોખમી હોય છે કારણ કે પીંજરામાં પુરવાને કારણે દીપડો ખીજાયેલો હોય છે તેને જ્યારે મુકત કરાય ત્યારે હુમલો કરવાની શક્યતાઓ વધી જાય છે આથી જયારે દીપડાને મુક્ત કરવામાં આવે ત્યારે અનુભવી ટીમની સાથે સલામતી માટેની ખાસ કાળજી લેવામાં આવતી હોય છે.