
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
વાત્સલ્યમ સમાચારની અસર : મોડાસા આરોગ્ય તંત્ર હરકતમાં આવતા મેડિકલ વેસ્ટ દૂર કરાયો

મોડાસા શહેરના માલપુર રોડ પરથી,કે એન શાહ અને કલરવ સ્કુલ જવાના માર્ગ પરની ખુલ્લી જગ્યામાં,ગત રોજ ગુજરાત સરકાર લખેલ મેડિકલ વેસ્ટનો જથ્થો ફેકેલી હાલતમાં જોવા મળ્યો હતો, તેનો અહેવાલ વાત્સલ્યમ મીડિયામાં પ્રસિધ્ધ થયા બાદ, મોડાસા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું,મોડાસા આરોગ્ય અને નગર પાલિકા ની સેનેટરી ટીમ ઘટના સ્થળે પહોંચી, મેડિકલ વેસ્ટનો જથ્થો ત્યાંથી ઉપાડી નાશ કરવાની કામગીરી સાથે જિલ્લા આરોગ્ય અધિકારીને જવાબ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી,અરવલ્લી જિલ્લા પંથકમાં અજાણ્યા શખ્સો દ્વારા મેડિકલ વેસ્ટનો જથ્થો ખુલ્લેઆમ ફેંકી દેવાની અનેક ઘટનાઓ પ્રકાસમાં આવતી હોય છે, ત્યારે આવા શખ્સો સામે, કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે,જ્યાં મેડિકલ વેસ્ટ નો જથ્થો ફેકવા માં આવ્યો છે,તેની બિલકુલ પાસે કલરવ સ્કુલ આવેલી છે,જેને લઈ વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો.









