
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-મુંદરા કચ્છ.
મુંદરા, તા.5 મે : તાજેતરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતાડીયા ખાતે સામાજિક વર્તન દ્વારા પરિવર્તનની બેઠકમાં આશા બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ગ્રામ્ય કક્ષાએ ધરે ઘરે ફરીને માતા અને બાળકોના આરોગ્યની સંભાળ લઈ રહેલ આશાઓના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો થાય એવા ઉદેશ્યથી આવી બેઠકોનું આયોજન વખતો વખત આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે.માતા અને બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને યોજાયેલ બેઠક દરમ્યાન પોષક આહાર, સલામત સુવાવડ, તંદુરસ્ત બાળક, સંપૂર્ણ રસીકરણ, પરિવાર કલ્યાણ, સુપોષણ જેવા વિવિધ વિષયોને આવરીને વાર્તા અને દ્રષ્ટાંત કથાઓ દ્વારા આશાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેના થકી માતા અને બાળ મરણ અટકાવી શકાશે એવું જિલ્લા માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી વિનોદભાઈ ઠક્કર અને જિલ્લા એસ. બી. સી. સી. ઈસ્માઈલભાઈ સમાએ જણાવ્યું હતું. આ બેઠકમાં આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. માસ્ટર મૂંતજીર, આરોગ્ય સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠક્કર અને મંજુલાબેન મેઘાણી સહિત મહિલા અને પુરુષ આરોગ્ય કાર્યકરોએ હાજરી આપી હતી.