BHUJGUJARATKUTCH

શ્રી સારસ્વતમ સંચાલિત પી.એ.હાઈસ્કૂલ, નિરોણા મધ્યે સદભાવ મહિલા ટ્રસ્ટ દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓ માટે સ્વ-રક્ષણની પંચદિવસીય તાલીમ યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરો ચીફ :- બિમલભાઈ માંકડ.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી.

ભુજ તા – ૧૬ માર્ચ : શ્રી સારસ્વતમ સંચાલિત પૂંજા આણંદજી હાઈસ્કૂલ, નિરોણા મધ્યે સદભાવ મહિલા ટ્રસ્ટ દ્વારા શાળાની દીકરીઓ આત્મરક્ષા માટે સજ્જ થઈ શકે એવા ઉમદા હેતુથી તારીખ ૧૧ માર્ચ થી ૧૫ માર્ચ સુધી પંચદિવસીય સ્વ-રક્ષણ તાલીમનુ ધોરણ ૯ અને ધોરણ ૧૧ ની વિદ્યાર્થીનીઓ માટે આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં કરાસીયા ભારતીબેન તેમજ વઢવાણા જોસનાબેને વિદ્યાર્થીનીઓને સ્વ-રક્ષા માટેની માર્શલ આર્ટની અલગ અલગ ટેક્નિક્સ શીખડાવેલ હતી. સાથે સાથે ફિઝિકલ ફિટનેસને જાળવવા માટે કરાતા વ્યાયામને પણ તાલીમ પૂર્ણ થયા બાદ પોતાના જીવનનો એક ભાગ બનાવવાની શીખ આપી હતી. શારીરિક ક્ષમતા સાથે માનસિક ક્ષમતાઓ કેળવાય તે પણ માર્શલ આર્ટનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. એ અભિગમથી સ્ત્રીસશક્તિકરણના ભાગરૂપે કન્યાઓ અત્યારથી જ અબળામાંથી સબળા બને અને સ્વ-રક્ષા માટે સક્ષમ બની શકે એ ઉદ્દેશ્યથી આ વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું. તાલીમના અંતે સ્વ-રક્ષાના પાઠ શીખ્યા બાદ શાળાની દીકરીઓએ આત્મવિશ્વાસની લાગણીઓ અનુભવી હતી. ભવિષ્યમાં કોઈ સંકટ આવી પડે તો એકલે હાથે લડી લેવાની અને સ્વ-રક્ષા કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ તકે શાળાના આચાર્ય શ્રી ડો. વી. એમ.ચૌધરીજીના માર્ગદર્શન હેઠળ શાળાની શિક્ષિકા બહેનો પટેલ આશાબેન, ગોસ્વામી અલ્પાબેન તેમજ વોરા ભૂમીબેને આ પંચ દિવસીય તાલીમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button