વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરાએ જિલ્લા વિકાસ અધિકારી જુનાગઢને પત્ર પાઠવી તા.૨૨/૦૨/૨૦૨૪ નાં રોજ જિલ્લા પંચાયત જુનાગઢની સામાન્ય સભામાં કાર્યપાલક ઇજનેર દ્વારા તા.૦૧/૦૪/૨૦૨૨ થી આજદિન સુધી જિલ્લામાં કરવામાં આવેલ કામોની વિગત રજુ કરવામાં આવેલ.
જેમાં વંથલી તાલુકાના કામો જેમ કે શાપૂરથી લુવાસર પેચ વર્ક, શાપુરથી ધણફુલીયા મેટલ વર્ક, રબલ ડપીંગ એટ ડેમેજ સ્લેબ ફીએન ઓન મહોબ્તપૂર ગાઠીલા રોડ એમ ત્રણેય કામો સ્થળ ઉપર થયેલા નથી. વિશેષમાં જુનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરાએ પત્રમાં જણાવ્યું હતું કે સંબંધિત ગામના સરપંચોને સાથે રાખી અમોએ ઉપરોક્ત ત્રણેય કામોની સ્થળ ખરાઈ કરેલ છે. કાગળ ઉપર કામો દર્શાવી નાણા ઉધારી લેવા અતિ ગંભીર બાબત હોય ધ્યાને લેવા પત્રમાં જણાવ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે ઉપરોક્ત ત્રણેય કામ વંથલી તાલુકામાં તાલુકામાં અમારી જિલ્લા પંચાયત મતદાર મંડળ હેઠળ આવેલ ૨૮-શાપૂર ગામ હેઠળનાં સમાવિષ્ઠ ગામ છે. જેથી તે વિસ્તારમાં અમો સતત વિકાસનાં કામો માટે પ્રયત્નશીલ હોવાથી આ બાબત ધ્યાને આવેલ છે. જેની ગંભીરતા લઈ સબંધિત ગામનાં સરપંચઓને સાથે રાખી ઉપરોક્ત દર્શાવેલ કામના સ્થળોની મુલાકાત સાથે સત્વરે તપાસ હાથ ધરવા માંગ કરી છે.
જિલ્લા પંચાયતના પદાધિકારી ના વિસ્તારમાં જ્યારે અધિકારીઓ બેફામપણે ભ્રષ્ટાચાર આચરી સરકારી નાણાચાવ કરી જાય છે ત્યારે આ બાબતે ડીડીઓ તેમજ જેની કડક અધિકારીની છાપ છે, તેવા કાર્યપાલક ઇજનેર શું અને કેવી અને ક્યારે કાર્યવાહી કરે છે, તેના પર વંથલી તાલુકાની મીટ મંડાયેલ છે.
જિલ્લા પંચાયત માગ અને મકાન વિભાગમા છાના ખૂણે ચર્ચાતી વિગત મુજબ જો યોગ્ય તપાસ કરવામાં આવે તો આવા અનેક કૌભાંડો બહાર આવે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
[wptube id="1252022"]