GUJARAT
શિનોર ખાતે તાલુકા આદિવાસી હિત સંગઠન દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો
શિનોર તાલુકા આદિવાસી હિત સંગઠન દ્વારા આજરોજ શિનોર ગોપાલ કોટન જીન ખાતે પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 23 જેટલાં જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં.આ પ્રસંગે ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા,વડોદરા,વડોદરા જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સતીષ પટેલ,શિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ચંદ્રવદન પટેલ,શિનોર APMC ચેરમેન સચિન પટેલ,શિનોર તાલુકા આદિવાસી હિત સંગઠન પ્રમુખ અશોક વસાવા, ઉપ પ્રમુખ રોબિન વસાવા સહિત સંતો મહંતો ઉપસ્થિત રહી નવ યુગલો ને આર્શીવાદ પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે શિનોર મુકામે શિનોર તાલુકા આદિવાસી હિત સંગઠન દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવ ને સફળ બનાવવા માટે શિનોર તાલુકા આદિવાસી હિત સંગઠન ની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ફૈઝ ખત્રી...શિનોર

[wptube id="1252022"]