
જંબુસર
જંબુસર તાલુકા ના કારેલી ગામે પડેલ વધુ વરસાદ ના લીધે ભરાયેલ પાણી મા ડુબી જતા મરણ પામનાર મયુરભાઈ ના પિતા ને આજરોજ રાજય સરકાર ની આકસ્મિક સહાય યોજના અંતર્ગત રૂ.૪ લાખ ની સહાય નો ચેક જંબુસર મતવિસ્તાર ના ધારાસભ્ય ડી.કે.સ્વામી ના વરદ્ હસ્તે આપવા મા આવ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ ૨૦/૦૭/૨૩ ના રોજ જંબુસર તાલુકા ના કારેલી ગામ નો મયુરભાઈ નામનો યુવાન નુ વધુ પડેલ વરસાદના કારણે પાણી માં ડુબી જવાથી અવસાન થયેલ હતુ. જેઓ ના પિતાજી ને આજ રોજ રાજ્ય સરકાર ની આકસ્મિક સહાય યોજના અંતર્ગત રૂપિયા ૪ લાખ નો ચેક જંબુસર આમોદ ના ધારાસભ્ય ડી.કે. સ્વામીજી ના વરદ્ હસ્તે તાલુકા ભાજપ પ્રમુખ બાલુભાઈ ગોહિલ,જીલ્લા ભાજપ મંત્રી પ્રતાપસિંહ તાલુકા ભાજપ મહામંત્રી બળવંતસિંહ પઢીયાર, તાલુકા પંચાયત સભ્ય કનકસિંહ, ડેપ્યુટી સરપંચ કારેલી મુકેશભાઈ,પીલુદ્રા સરપંચ બળવંતસિંહ, તાલુકા પંચાયત સભ્ય ગણપતભાઈ તથ ગામ આગેવાનો ની ઉપસ્થિતિ માં ગ્રામ પંચાયત કારેલી ખાતે માં આપવામાં આવ્યો હતો. મૃતક મયુરભાઈ ના પરિવાર ને તાત્કાલિક સહાય મળે તે માટે જહેમત ઉઠાવનાર જંબુસર તાલુકાના બીજેપી ટીમ તમામ અધિકારીઓ નો ઉપસ્થિત ગ્રામજનો એ આભાર વ્યક્ત કર્યો હતો. અને પરમ કૃપાળુ દેવો ના દેવ મહાદેવ સ્વ ના દિવ્ય આત્મા ને ચિર શાંતિ અને મોક્ષ પ્રદાન કરે અને અક્ષર ધામ મા વાસ કરાવે તેવી તથા પરીવાર પર આવી પડેલા દુઃખ ને સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાથઁના કરી હતી.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ