AHAVADANGGUJARAT

અહેવાલની અસર:-ગિરિમથક સાપુતારા ખાતે રખડતા પશુઓમાં લમ્પી વાયરસની અસર દેખાતા આખરે તંત્ર દોડતુ થયુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગિરિમથક સાપુતારા ખાતે રખડતા પશુઓમાં લંપી વાયરસની અસર જોવા મળી હતી.પરંતુ વહીવટી તંત્ર દ્વારા પશુઓની સારવાર અંગેની કોઈપણ તસ્દી લેવામાં આવતી નહોતી.જે બાદ અખબારમાં અહેવાલો પ્રસારિત કરવામાં આવતા તંત્ર દોડતુ થયુ હતુ.ડાંગ જિલ્લો પર્યટક સ્થળ તરીકે પ્રસિદ્ધ છે.અને ફરવા માટે મોટા પાયે પ્રવાસીઓની પસંદગી જોવા મળે છે.ત્યારે સાપુતારા ખાતે રખડતા પશુઓમાં લમ્પી વાયરસ ની અસર જોવા મળી હતી. પરંતુ વહીવટી તંત્રમાં જીવદયા જેવું કંઈ હોય એવું લાગતુ ન હતુ.કારણ કે છેલ્લા કેટલાય સમયથી લમ્પી વાયરસના શિકાર થયેલ અબોલ પશુઓ ખુલ્લામાં રખડતા જોવા મળ્યા હતા.છેલ્લા ઘણા સમયથી લમ્પી વાયરસથી પીડાતા પશુ સાપુતારામાં વિહરતા જોવા મળતા  હતા.અને પશુઓના શરીરના ભાગે મસ મોટા ગુમડાઓ સ્પષ્ટપણે જોવા મળતા હતા. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા તેની સારવાર માટે કોઈપણ પગલાં લેવામાં આવતા ન હતા.જે બાદ વિવિધ દૈનિક અખબાર દ્વારા આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતા.અને વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ પર અનેક સવાલ ઉઠાવ્યા હતા.ત્યારે આખરે  શામગહાન પશુડોકટરની ટીમ તથા નોટિફાઈડ એરીયા કચેરીનાં અધિકારીઓ અખબારી અહેવાલો બાદ જાગ્યા હતા અને પશુઓની સારવાર માટે દોડતા થયા છે.આજરોજ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરિમથક સાપુતારા ખાતે રખડતા પશુઓની સારવાર અંગેની કામગીરી કરવામાં આવતા પશુ પ્રેમીઓમાં પણ ખુશી જોવા મળી હતી.

[wptube id="1252022"]
Back to top button