
25 ઓગસ્ટ
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
થરાદ તાલુકાના ડેલ ગામે સ્વ તેજસ ભાઈ અજા ભાઈ વાણીયાનો યાદમાં તેમના જ ભાઈઓ દ્વારા ગામમાં પક્ષીઓ માટે પક્ષીઓને ચણ નાખવા માટે ચબુતરો બનાવવામાં આવ્યો. આમ તો જન્મ અને મરણ કુદરત ના હાથ ની વાત છે પણ મુત્યુ પછી પણ લોકો ના દિલ માં જીવતું રહેવું હોય તો એવું કંઇક કરવું જોઈએ જેથી યાદ ગાર રહી જાય
કોરોના કાળ દરમિયાન લાખણી અને થરાદ પંથક માં પોતાની ચિંતા કર્યા સિવાય ગરીબ દર્દી ઓ ની અથાક સેવા કરતા કરતા સ્વ.તેજસ અજાભાઈ વાણીયા નું દુઃખદ અવસાન થયેલ હતું તેમના પિતા શ્રી અજાભાઈ કોહળાભાઈ તથા માતૃ શ્રી પૂરી બેન અજાભાઈ પરિવારે તેમને અલગ શ્રદ્ધાજલી આપવા તેમની યાદ માં ડેલ બસ ડેપો ની બાજુ માં એક મોટું પંખી ઘર બનાવી પંખી ઓ ને અર્પણ કર્યું છે.પંખી ઘર ની બાજુ માં એક મોટો વડલો પણ છે તથા પાણી માટે બાજુ માં તળાવ પણ છે.જેથી પક્ષીઓ ના કલરવ થી આખું વાતાવરણ ખૂબ જ પરફૂલિત થઈ જાય છે .આમ પરિવારે એક અનોખું પંખી ઘર બનાવી એક અલગ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વળી લોકો માં પોતાના માં બાપ પ્રત્યે નો જીવતા જીવ પ્રેમ અને લાગણી બની રહે અને લોકો માં માં બાપ માટે એમની હયાતી માંજ કંઇક કરવા ની ભાવના પેદા થાય તેવાં ઉમદા હેતુ થી સ્વ.તેજસ ના માતા પિતા ના ફોટા વાળી ટાઇલ્સ લગાવી એમના દીર્ઘ અને નિરોગી આયુષ્ય માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે









