
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
શિક્ષણ,સિંચાઈ,આઇસીડીએસ અને સામાજિક ન્યાય સમિતિ મળી કુલ 4 અધ્યક્ષોની સર્વાનુમતે વરણી કરાતા જિલ્લાનાં અધિકારીઓ સહીત પદાધીકારીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી…
ડાંગ જિલ્લા પંચાયતમાં અઢી વર્ષની બીજી ટર્મમાં પણ ભાજપાની બહુમતી હોય જેના પગલે ભગવો લહેરાયો છે.અગાઉ ડાંગ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહીત બાંધકામ,અપીલ ,કારોબારી,અને આરોગ્ય સમિતિનાં અધ્યક્ષોની સર્વાનુમતે વરણી થઈ હતી.જ્યારે ડાંગ જિલ્લા પંચાયતમાં ઉત્પાદન,સહકાર અને સિંચાઈ, શિક્ષણ,આઇસીડીએસ તેમજ સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષોની વરણી અનિવાર્ય સંજોગોનાં પગલે બાકી રહી જવા પામી હતી.આજરોજ ડાંગ જિલ્લા પંચાયતમાં પ્રમુખ નિર્મળાબેન ગાઈનનાં અધ્યક્ષ સ્થાને ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિનાં ચેરમેન તરીકે હરીશભાઈ બચ્છાવની સર્વાનુમતે વરણી કરાઈ હતી.જ્યારે શિક્ષણ સમિતિનાં ચેરમેન તરીકે બીબીબેન રમેશભાઈ ચૌધરીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.ડાંગ જિલ્લા પંચાયતની આઈસીડીએસ સમિતિનાં અધ્યક્ષ તરીકે સારૂબેન વળવી જયારે સામાજીક ન્યાય સમિતિનાં ચેરમેન તરીકે નીલમબેન દિલીપભાઈ ચૌધરીની સર્વાનુમતે વરણી કરાઈ હતી.આજરોજ ડાંગ જિલ્લા પંચાયતમાં સિંચાઈ,શિક્ષણ,આઇસીડીએસ અને સામાજિક ન્યાય સમિતિનાં અધ્યક્ષોની વરણી સર્વાનુમતે થતા ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન,ઉપપ્રમુખ ભરતભાઈ ભોયે,બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાવીત,માજી પ્રમુખ મંગળભાઈ ગાવીત,ડાંગ ભાજપાનાં મહામંત્રીઓમાં હરિરામભાઇ સાંવત,રાજેશભાઈ ગામીત,દિનેશભાઇ ભોયે,ગુજરાત આદિજાતિ મોરચાનાં મંત્રી સુભાસભાઈ ગાઈન,આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, ભાજપાનાં આગેવાનોમાં રમેશભાઈ ચૌધરી સહીત ડાંગ જિલ્લા પંચાયતનાં અધિકારીઓ અને ભાજપાનાં આગેવાનોએ ઉપસ્થિત રહી ચારેય નવા વરાયેલ ચેરમેનોને પુષ્પગુચ્છ અર્પણ કરી મોઢુ મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી..





