આમ આદમી પાર્ટી – કચ્છ જીલ્લા ટીમ દ્વારા ગાંધીધામ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખની શુભેચ્છા મુલાકાત લઇ શહેરની પ્રવર્તમાન સમસ્યાઓ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યુ.

૨૩-સપ્ટે.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ગાંધીધામ કચ્છ :- આમ આદમી પાર્ટી – કચ્છ જીલ્લા દ્વારા ગાંધીધામ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખની શુભેચ્છા મુલાકાત લઇ શહેરની પ્રવર્તમાન સમસ્યાઓ અંગે અવગત કરી આવેદનપત્ર આપી તાત્કાલીક આ સમસ્યાઓ અંગે કાર્ય કરી શહેરને સ્વચ્છ બનાવવામાં આવે તે અંગે ચર્ચા કરી હતી.આમ આદમી પાર્ટીની કચ્છ જીલ્લા ટીમ દ્વારા ગાંધીધામ નગરપાલીકાના નવનિયુક્ત પ્રમુખ તેજશભાઇ શેઠની મુલાકાત લઇ તેમને ગાંધીધામ શહેરની સમસ્યાઓ અંગે આવેદનપત્ર આપી શહેરની સુખાકારી માટે નગરપાલિકા દ્વારા ત્વરીત કાર્ય કરવામાં આવે એ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગાંધીધામ શહેરમાં દરેક રોડ બિસ્માર જોવા મળી રહ્યા છે, શહેરમાં સફાઇનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ગટરના પાણી રસ્તા પર વહી રહ્યા છે, શહેરમાં પાણીની સમસ્યા પણ લગભગ દરેક વિસ્તારમાં જોવા મળી રહી છે. વરસાદી નાળાઓની સફાઇનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. શહેરના દરેકવિસ્તારના લોકોએ નગરપાલિકામાં આ અંગે ફરિયાદો પણ કરી છે તેમ છતાં ગાંધીધામ નગરપાલિકા શહેરને સ્વચ્છ, સુંદર અને લોકોની પ્રાથમિક જરુરીયાતો પુરી પાડવામાં ઉણુ ઉતર્યુ છે. જેથીઆમ આદમી પાર્ટી કચ્છ જીલ્લાની ટીમ દ્વારા ગાંધીધામ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખની શુભેચ્છા મુલાકાત લઇ ત્વરીત લોકોની સુખાકારી માટે કાર્ય કરવામાં આવે તેમજ શહેરના બિસ્માર બનેલા રોડની મરમ્મત કરવા, શહેરમાં સફાઇ જળવાઇ રહે તેમજ શહેર સુંદર બની રહે તે દિશામાં કામ કરવા નગરપાલિકાને તાકીદ કરી આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમ્યાન આમ આદમી પાર્ટી ગુજરાત મહિલા વિંગના જો. સેક્રેટરી તથા કચ્છના લોકસભા પ્રભારી શ્રીમતી કાયનાત અંસારી આથા, પુર્વ કચ્છ જીલ્લા પ્રમુખ ટી.ડી.દેવરીયા, નીલેશ મહેતા, ગાંધીધામ શહેર પ્રમુખ રાજુ લાખાણી, રાયશી દેવરીયા, મીનાક્ષી ત્યાગી, અમૃત રાઠોડ, સંજય સરીયાલા, રાજુ સોલંકી, હિતેશ બારડોલીયા, ભરત સોલંકી, મેહુલ માતંગ, નિશા ચૌહાણ વગેરે જોડાયા હતા.










