કાલોલ તાલુકાના બોરૂ ખાતે રોડ ની વેઠ ઉતાર કામગીરી!! સ્થાનિકોએ હોબાળો મચાવ્યો, અઘિકારીઓ દોડ્યા.

તારીખ ૫ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા વિસ્તારમાં ગત વર્ષે માર્ગ અને મકાન વિભાગની યોજના હેઠળ મંજુર કરેલા વિવિધ ગામો અને વિસ્તારના રોડના નવીનીકરણ,વાઈડનિગ અને રિસરફેશિંગની કામગીરી ચાલી રહી છે.જે પૈકી કાલોલ તાલુકાના બોરુ થી બાકરોલ બ્રીજ સુધીના રોડ પર એક કરોડથી વધુ કિંમતના એસ્ટીમેટ સાથે પહોળો કરવાની વાઈડનિગ અને રિસરફેશિંગ કામગીરી દરમિયાન મંગળવારે સાંજે બોરુ ગામ પાસેના રેલવેના નાળા સ્થિત રોડની કામગીરી મોડી સાંજ સુધી ચાલુ રહેતા ગામ લોકોએ રોડની કામગીરી અને ટાઈમિંગ અંગે સવાલો ઉઠાવી એક તબક્કે રાત્રિ દરમિયાન ચાલતી કામગીરી અટકાવીને જરૂરી સાફ-સફાઈ વિના ડામરની કાર્પટની ગુણવત્તા અને થીંકનેસ અંગે પણ સવાલો ઊભા થયા હતા.તદુપરાંત સરકારી તંત્રની રહેમનજર હેઠળ કોઈ પણ પ્રકારની દેખરેખ વિના કોન્ટ્રાક્ટ મનમરજી મુજબની તકલાદી સામે લાત મારતા અને વેરણછેરણ થઈ જાય એવી ડામરની કાર્પટની ગુણવત્તા અને ભ્રષ્ટાચાર અંગે આક્ષેપો ઉઠાવતાં જવાબદાર તાંત્રિક એન્જિનિયર દોડી ગયા હતા જેમને ભુલ સુધારીને યોગ્ય કામગીરી કરવાની ખાતરી આપ્યા પછી બુધવારે રાબેતા મુજબ અને તંત્રની દેખરેખ હેઠળ રોડ બનાવવાની પુનઃ કામગીરી શરૂ કરવામાં આવી હતી.










