સાબરકાંઠાના હિંમતનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઝહિરાબાદ અને ઇલોલ ગામે ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું
સાબરકાંઠાના હિંમતનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઝહિરાબાદ અને ઇલોલ ગામે ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું
**
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઝહિરાબાદ અને ઇલોલ ગામે જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવે અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકા બેન પટેલ ની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકાર આપી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું.
આ પ્રસંગે પોષણ યોજના, પીએમ કિસાન સ્વનિધી, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભાર્થીઓ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી હતી. ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર, ભૂમિ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે, તાલુકા વિકાસ અધિકારીશ્રી સિસોદિયા, ગામના સરપંચશ્રી, જનપ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જયંતિ પરમાર સાબરકાંઠા