GUJARATJUNAGADHKESHOD

કેશોદ તાલુકાના કેવદ્રા ગામે ભગીરથ જન કલ્યાણ રથયાત્રા આવી પહોંચતા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારત દેશમાં અંદાજે 5000 કિલોમીટર જેટલો સફર કરી નીકળેલી ભગીરથ જન કલ્યાણ રથયાત્રા કેવદ્રા ગામે આવી પહોંચતા સમગ્ર સગર સમાજ અને ગામ લોકોએ આ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. કેવદ્રા ગામની મેઇન બજારમાં થઈ રામદેવપીર મંદિર ખાતે દર્શન કરી આ યાત્રા કેશોદ જવા રવાના થઈ હતી. આ યાત્રાનો મુખ્ય હેતુ હરિદ્વાર ખાતે ભગીરથ મૂર્તિની સ્થાપના કરવી તેમજ અલગ અલગ રાજ્યની અંદર વસેલા સમસ્ત સગર સમાજને મુખ્ય એકધારામાં લાવી તેમના આર્થિક અને સામાજિક વિકાસના મુખ્ય હેતુ સાથે સમગ્ર દેશમાં આ યાત્રા પરિભ્રમણ કરી રહી છે.

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button