AHAVA

ડાંગ: વઘઇ તાલુકાના ધાંગડી ગામે કોઝવેના સેંટિંગ કામમાં પ્લેટની બદલે વૃક્ષના પાંદડા મૂકી સ્લેબનું કામ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ – ડાંગ
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ધાંગડી ગામે ૧૫માં નાણાપંચ યોજના હેઠળ કોઝવેના કામમાં સેન્ટિંગ પ્લેટના બદલે સાગી વૃક્ષના પાંદડા અને સિમેન્ટની ખાલી થેલીઓ મુકી સ્લેબનું કામ કરવામાં આવતા બાંધકામની ગુણવતા સામે અનેક પ્રશ્નર્થો ઉભા થયા છે.
વઘઇ તાલુકા પંચાયતમાં ૧૫માં નાણાંપંચ યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠવા પામી છે.વઘઇ તાલુકા વિકાસ અધિકારી અને વહીવટી અધિકારીની મેળપીપણાએ વઘઇ તાલુકા પંચાયતની કચેરી ભષ્ટાચારનો ભોરિંગનાં ઉપનામે ઓળખાતી થઈ છે. વઘઇ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ધાગડી ગામે શંકરભાઇ કેશવભાઇના ઘર તરફ જતા માર્ગ ઉપર ૧૫માં નાણાંપંચ યોજના હેઠળ ૫ લાખના માતબર ખર્ચે બની રહેલ કોઝવેના બાંધકામમાં ઇજારદાર નકરી વેઠ ઉતારી ભયવગરનું ભષ્ટાચાર આચરી રહયો છે. કોઝવેના સ્લેબમાં સેન્ટિંગ પ્લેટના બદલે સાગી વૃક્ષના પાંદડા મુકી તેના પર બાંધકામ કરી દેતા બાંધકામ નબળુ રહેવા સાથે બિનઉપયોગી સાબિત થાય તેવી પરિસ્થતિ નિર્માણ થઇ છે.

સબકા સાથ સબકા વિકાસના બદલે ” તાલુકા વિકાસ અધિકારી કા સાથ ભષ્ટાચારિયો કા વિકાસ” નો સૂત્ર સાર્થક થઈ રહ્યો હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે.
તાલુકા પંચાયતના પ્રમુખ પણ મહિલા હોય તેમને પણ અધિકારીઓ ગાંઠતા ન હોય  ૧૫માં નાણાપંચ યોજના હેઠળ ચાલતા વિકાસના કામો માં ભ્રષ્ટાચારે માજા મૂકી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button