GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના લાલપર ગામે યુવાનની હત્યા કરાયેલ લાશ મળી,

માથામાં બોથડ પદાર્થ મારી અરવલ્લી જીલ્લાના યુવકની હત્યા

મોરબીના લાલપર ગામે કચરા વીણવાનું કામ કરી રખડતું ભટકતું જીવન જીવતા શખ્સની કોઈ અજાણ્યા ઈસમ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારી હત્યા થયેલ લાશ મળતા તેને હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી પ્રાથમિક જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ મોરબી તાલુકા પોલીસે મરણ જનારના કૌટુંબિક ભાઈની ફરિયાદ પરથી હત્યાનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

મળતી માહિતી અનુસાર અરવલ્લી જીલ્લાના મસાદરા, ઝુખડી ફળિયું પોસ્ટ ખાતે રહેતા કનુભાઈ સુરમાભાઈ ખાટ ઉવ.૫૨ એ અજાણ્યા ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદીના કુટુબીક ભાઇ બાબુભાઇ ઉર્ફે બાલુ નાનાભાઇ ખાંટ ઉંમર આશરે ૨૫ વર્ષ રહે. મસાદરા, તા.માલપુર જી.અરવલ્લી વાળો મોરબી આજુબાજુ જુદા-જુદા કારખાના જેવા વિસ્તારમાં રખડતો-ભટકતો હોય અને કાગળ વિણવાનુ કામ કરતો હોય તેને ગઇ તા.૧૨ ઓક્ટો.૨૦૨૩ ના રાત્રીના સાડા આઠેક વાગ્યા પહેલા કોઇપણ વખતે મોરબી તાલુકાના લાલપર ગામના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પાછળ, બાવળની ઝાડીમાં કોઇ અજાણ્યા માણસએ બાબુભાઇ ઉર્ફે બાલુ ના મોઢામાં, કપાળ તથા નેણ ઉપર બોથર્ડ પદાર્થના ઘા મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવી, ખુન કર્યાની ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસની તજવીજ શરુ કરી છે.

[wptube id="1252022"]
Back to top button