તા.૧૬/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત શ્રી ઓ.વી. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રની બિગ બેંગ એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા ૧૭ જાન્યુઆરી બુધવારના રોજ સાંજે ૭ થી ૮.૩૦ વાગ્યા સુધી રેસકોર્ષ ખાતે, આર્ટ ગેલેરી સામે ટેલિસ્કોપ દ્વારા જાહેર જનતાને ચંદ્ર તેમજ ગુરુ ગ્રહનું દર્શન કરાવવામાં આવશે.
આ નિદર્શન કલબના વિશાળ ટેલિસ્કોપ દ્વારા ચંદ્ર પરના ઉલ્કા- ગર્તો તેમજ ગુરુ ગ્રહના વાદળો અને ઉપગ્રહો સ્પષ્ટ જોઈ શકાશે. આ સમયે મીન રાશિમાં રહેલ સાતમનો ચંદ્ર મેષ રાશિમાં રહેલ ગુરુ કરતાં ૧૬ અંશ પશ્ચિમમાં હશે. હાલમાં ગુરુ પૃથ્વીથી ૭૧ કરોડ કિલોમીટરનાં અંતરે આવેલ છે. આ નિ:શુલ્ક કાર્યક્રમનો લાભ લેવા વિજ્ઞાન અને ખગોળરસિકોને લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટરશ્રી રમેશભાઈ ભાયાણીએ અનુરોધ કર્યો છે.
[wptube id="1252022"]








