GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ સંગ્રહાલયના ૧૨૨મા સ્થાપના દિવસ ની અનોખી ઉજવણી કરાશે

જૂનાગઢ સંગ્રહાલયના ૧૨૨મા સ્થાપના દિવસ ની અનોખી ઉજવણી કરાશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ,તા. ૨૯  જૂનાગઢ સંગ્રહાલય ની ૧૨૨ મી વર્ષગાંઠ નિમિત્તે નિયામક અને સંગ્રહાલય વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, જૂનાગઢ મ્યુઝિયમ જૂનાગઢ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવશે.
આપણો ભૂતકાળ, વર્તમાન કાળ તથા ભાવિ’ એ સંદર્ભે વિવિધ રીતે આ ઉજવણી કરાશે.
૫મી ડીસેમ્બર થી શરુ થનારા કાર્યક્રમો અંતર્ગત તા. પ તથા ૬ ના માટી પાત્રો પર ચિત્રકામની સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ ચિત્ર સંગ્રહાલયના નમૂના આધારિત રહેશે.
તા. ૭મીના જૂનાગઢ સંગ્રહાલય સંદર્ભે કવિતા ની રચના તથા તેની રજૂઆત ની સ્પર્ધા રખાઇ છે.
તા. ૧૦મીના જૂનાગઢ સંગ્રહાલય નાં ઈતિહાસ સંદર્ભે એક વેબીનાર નું આયોજન કરવામાં આવ્યું છે.‌
એજ રીતે જુનાગઢ તથા ગિર સોમનાથના સાંસ્કૃતિક તથા પ્રાકૃતિક વારસાને ધ્યાનમાં રાખીને એક ફોટોગ્રાફી સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે. તમામ આયોજન જૂનાગઢ સંગ્રહાલય, ‌તાજ મંઝિલ ઓપેરા હાઉસ ખાતે દરરોજ બપોરે ૨ થી  ૫  દરમિયાન કરવામાં આવ્યું છે.
આ અવસરે જૂનાગઢ સંગ્રહાલય પર તૈયાર કરાયેલ દસ્તાવેજી ફિલ્મ નું નિદર્શન પણ દરરોજ બતાવવામાં આવશે.  તમામ સ્પર્ધકો એ ૮૩૨૦૦ ૮૨૭૪૨ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહિતી પણ માટે પણ એ જ નંબર પર સંપર્ક કરવાનો રહેશે. તમામ સ્પર્ધાનાં દરેક વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવશે. જેનો લાભ મેળવવા સંગ્રહાલય ના ક્યૂરેટર ડો. શેફાલિકા અવસ્થી એ અનુરોધ કર્યો છે.

[wptube id="1252022"]
Back to top button