BANASKANTHAGUJARATPALANPUR

નિવૃત કલેકટર સુરેન્દ્ર વાઘેલાના અધ્યક્ષસ્થાનેજગાણા ખાતે પેન્સનર્સ એસોસિએશનની ૧૦ મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ

28 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાના પ્રગતિશીલ જગાણા ખાતે દસમી વાર્ષિક સાધારણ સભા નમૅદેશ્વર મહાદેવ મંદિર શ્રીનગર ખાતે નિવૃત કલેકટર સુરેન્દ્ર ડી. વાઘેલાના અધ્યક્ષસ્થાને આ ૧૦ મી સાધારણ સભા યોજાઈ હતી તેમાં પેન્શનર્સના પૌત્ર- પૌત્રીઓને અભ્યાસમાં પ્રથમ,બીજો અને ત્રીજો નંબર શાળા કક્ષાએ મેળવનાર દરેક વિધાર્થીઓને પેન્શનર્સ એસો.દ્વારા રોકડ પુરસ્કાર રૂપે ઈનામ આપવામાં આવ્યા હતા અને વર્ષ દરમિયાન સ્વગૅસ્થ થયેલ પેન્સનસૅ સભ્યોને શ્રધ્ધાજલિ આપવામાં આવી હતી તેમજ 75 વર્ષ ઉપરના વડીલ પેન્શનરોમાં જેઠાભારથી ગૌસ્વામી, ચૌધરી હેમરાજભાઇને સાલ ઓઢાડીને પેન્શનર્સ એસો.દ્વારા સન્માનિત કરાયા હતા આ દસમી વાર્ષિક સાધારણ સભામાં જિલ્લા પેન્શનર્સ એસોસિયેશનના પ્રમુખ અને વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષ સુરેન્દ્ર ડી.વાઘેલા,કાન્તિભાઇ પટેલ,જગાણા પેન્શનર્સ એસો. મંત્રી ગૌસ્વામી હરીભારથી,રામજીભાઈ કરેણ,કેશરભાઇ લોહ,જીવણભારથી ગોસ્વામી,ભાનુભાઇ ત્રિવેદી, રામસુગભાઇ દેસાઈ, ઘેમરભાઇ ભોળિયા, સરદારભાઇ ઠાકોર, મહેન્દ્રભાઇ ત્રિવેદી, મોઘજીભાઇ દેસાઈ, અભેરાજભાઇ જુડાલ,લાલજીભાઇ જુડાલ, કનુભાઈ દવે, તેમજ ભોજનના દાતાશ્રી હેમરાજભાઇ ડી. ચૌધરીને શાલ અને ફુલહારથી સન્માન કરાયું હતું. સમગ્ર વાર્ષિક સાધારણ સભા કાર્યક્રમનું સંચાલન હેમરાજભાઇ એચ. કુણિયાએ કર્યું હતું. તેમાં બહોળી સંખ્યામાં પેન્શનરો અને તેમના પૌત્ર-પૌત્રીઓ હાજર રહ્યા હતા અને આભાર વિધિ ઉપ પ્રમુખ ભાનુભાઇએ કરી હતી અંતે ભોજન લઈ સૌ છુટા પડ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button