કાલોલ ના દશ વર્ષીય મોહંમદ કામીલ મીરઝા એ ૩૦ રોઝા રાખી વિશ્વભરમાં શાંતિ અને સલામતી માટેની દુવા માગી

તારીખ ૧૧/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
મુસ્લિમ ધર્મના અતી ઉત્તમ અને પવિત્ર માસ એટલે કે રમજાન માસની ઈબાદતમાં મુસ્લિમો દિવસ રાત લીન બની રહ્યા હતા અને વહેલી પરોઢે ઉઠી શહેરી કરી દિવસભર કાળઝાળ ગરમીમાં ભૂખ્યા તરસ્યા રહી ૧૪ થી ૧૫ કલાક સુધી આકરી તપસ્યા કરી રમજાન માસના રોઝા રાખી અલ્લાહની ઈબાદત કરી રહ્યા હતા ત્યારે પોતાના માતા પિતા વડીલો અને યુવાન ભાઈ બહેનોની રોઝા સહિતની ઈબાદતથી પ્રેરિત થઈ રમજાન માસના રોઝા રાખવામાં નાના માસુમ બાળકો એવા મુસ્લિમ બાળકોમાં પણ અનેરો ઉત્સાહ અને ઉમંગ સાથે અલ્લાહની ઇબાદતની ભાવના જોવા મળી રહી હતી અને નાના માસુમ ભૂલકાઓ પણ કાળઝાળ ગરમી વેઠી ૧૪ થી ૧૫ કલાક ભૂખ્યા તરસ્યા રહી અડગ મને આકરી તપસ્યા કરી રોઝા રાખી રહ્યા હતા ત્યારે કાલોલ શહેર સ્થિત મોગલવાડા ખાતે રહેતા મકબુલબેગ યુસુફબેગ મીરઝા ના ૧૦ વર્ષીય પુત્ર અને હાલોલ શહેર સ્થિત કસ્બા વિસ્તારમાં રહેતા હાજી મહયુદ્દીનભાઇ વાઘેલા ના નવાસા મોહમ્મદ કામીલબેગ મીરઝા એ રમજાન માસના પૂરા ૩૦ રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી હતી જેમાં મોહમ્મદ કામીલબેગ મીરઝા એ પ્રથમવાર પોતાના જીવનના પૂરા રમજાન માસના અનમોલ ૩૦ રોજા રાખી રોઝાની હાલતમાં અલ્લાહની ઈબાદત કરી પોતાના બે હાથ અલ્લાહ સમક્ષ ઉઠાવી પોતાની કાલીધેલી ભાષામાં સમગ્ર વિશ્વમાં અમન ચૈન અને શુકુનની દુઆઓ ગુજારી હતી જેમાં આ નાનકડા રોજદાર મોહમ્મદ કામીલબેગ મીરઝા ને સમગ્ર મીરઝા અને વાઘેલા પરિવાર સહિત આસ પાસના લોકોએ તેમજ શહેર ના મુસ્લિમ બિરાદરોએ અનેકો અનેક શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.










