BANASKANTHAGUJARATPALANPUR
અમૃત મહોત્સવ અંતર્ગત આદર્શ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરમાં શિક્ષક દિન ઉજવાયો

7 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત શ્રી આદર્શ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં 5 સપ્ટેમ્બર 23 ના અમૃત મહોત્સવ અંતર્ગત ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ના જન્મદિને તેમને યાદ કરી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના વિદ્યાર્થીઓએ એક દિવસીય શિક્ષક બનવા ઉત્સાહભેર ભાગ લીધો હતો. એકદિવસીય શિક્ષક બની તેમના આજના શિક્ષક તરીકેના અનુભવના પ્રતિભાવો રજુ કર્યા હતાં. એકદિવસીય પ્રિન્સિપાલ બનવાનો પણ પ્રતિભાવ રજુ કરાયો હતો તથા અધ્યાપકશ્રી દ્વારા આજના દિવસનો પ્રતિભાવ રજુ કરાયો અને કોલેજના પ્રિન્સીપાલ શ્રી દ્વારા આજના દિવસને અનુલક્ષી ઉદબોધન કર્યુ અને અધ્યાપક શ્રી દ્વારા આભારવિધિ કરી હતી અને આજના દિવસની ઉજવણી કર્યા બદલ મંડળ ના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટીશ્રીઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
[wptube id="1252022"]