
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-મુંદરા કચ્છ.
મુંદરા, તા.5 મે : તાજેતરમાં શેઠ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ. ડી. શેઠિયા બી. એડ. કોલેજ મુંદરાનો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં વર્ષ દરમ્યાન વિવિધ પ્રવૃતિઓમાં સારો દેખાવ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે તાલીમાર્થીઓ દ્વારા વાર્ષિકોત્સવની રંગારંગ ઉજવણીમાં સમૂહ ગીત, નૃત્ય, લોકગીત અને નાટક રજૂ કરવામાં આવ્યા હતા. અહેવાલ સમિતિ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ વર્તમાનપત્રોમાં આવેલ સમાચારોના સંકલિત અંક તથા હસ્તલિખિત અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
કોલેજમાંથી વિદાય લઈ રહેલા બીજા વર્ષના તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવતા પ્રિન્સિપાલ ડો. એલ. વી. ફ્ફલે જણાવ્યું હતું કે આવનારા વર્ષોમાં તમે તમારા જીવનમાં શીખેલા તમામ કૌશલ્યો-ક્ષમતાને ખીલવો અને વૈશ્વિક નાગરિક બનો જેનાથી તમે કોલેજના નામથી ઓળખાવો એનાથી અમને ખુશી થાય પરંતુ જયારે કોલેજ તમારા નામથી ઓળખાય ત્યારે અમને ગૌરવ થાય છે. ડો. કૈલાશભાઈ નાંઢાએ શુભેચ્છા પાઠવતા ઉદબોધન કર્યું હતું. જ્યારે તાલીમાર્થીઓમાંથી જનરલ સેક્રેટરી ચેતન મહેશ્વરી, ગૌરવ ગોર, મહિલા પ્રતિનિધિ આશ્મીનબેન માંજોઠી તથા દ્રષ્ટિબેન મોતાએ પોતાના સંસ્મરણ તાજા કર્યા હતા.
કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસર ડો. દિનેશભાઈ પટેલ, ડો. હિતેશભાઈ કગથરા, ડો. દીપકભાઈ પંડ્યા, કમળાબેન કામોલ અને મોનાલીબેન પરમાર હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિશાબેન દનીચા અને નેહાબેન રાઠોડએ કર્યું હતું. જ્યારે આભારવિધિ જનરલ સેક્રેટરી તૃષ્ણાબેન કેરાઈએ કરી હતી.










