
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.
માંડવી,તા-05 મે : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા બોર્ડની પરીક્ષા પહેલા ધો-૧૦ બોર્ડના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને હેતુલક્ષી પ્રશ્નોમાં વધુ ગુણ આવે એ ઉદશ્યથી લેવાયેલ ડૉ અબ્દુલ કલામ મેગા કોમ્પિટિશનમાં ૭૧૧૯૦ જેટલા ગુજરાતના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ જ હતો. જેમાં કચ્છ જિલ્લાની ઘણી મોટી સંખ્યામાં હાઇસ્કૂલોના વિધાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં ગુજરાત અને કચ્છ જિલ્લામાં નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત તરફથી પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા. જેમાં સમગ્ર ગુજરાતમાં સાતમો અને કચ્છમાં પ્રથમ ક્રમ ચિત્રોડા લાભ ધર્મેશભાઇ, ઓમ વિધામંદિર, ગાંધીધામ એ મેળવેલ હતો. જેમણે કચ્છ જિલ્લાનુ નામ સમગ્ર ગુજરાતમાં રોશન કરેલ હતુ, તેમના વતી તેમના માતૃશ્રી એમ.પી.પટેલ કન્યા વિદ્યાલય, ગાંધીધામના આચાર્યા કૈલાશબેને પ્રમાણપત્ર સ્વીકારેલ હતુ. માંડવી મુકામે સારસ્વત ટ્રસ્ટના વહિવટી અધિકારી મુલેશભાઇ દોશી તેમજ આચાર્યશ્રી ડૉ વી.એમ.ચૌધરીજી દ્વારા પ્રમાણપત્ર આપી વિજેતા વિધાર્થીનીને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતી.ત્યારબાદ અનુક્રમે દરજી ઉદય ગુણવંતભાઇ, ઉત્તર બુનિયાદી વિધાલય, આડેસર, તા. રાપર, ઘાંચી જુવેરીયા ઝહીદભાઇ, એસ.કે.આર.કે.વી., માંડવી. ઠક્કર નિધી મહેશભાઈ, એમ.પી.પટેલ કન્યા વિદ્યાલય, ગાંધીધામ. રાવલ ધારણા કલ્પેશભાઈ, એન.પી.એન. હાઈસ્કૂલ, અંજાર. હડીયાલ ધ્રુતી નિરજકુમાર, શ્રી સરસ્વતી વિદ્યાલય, આદિપુર. પ્રિયા લક્ષમણભાઈ બડીયા, શ્રી સહયોગ સરસ્વતી વિધા મંદિર, ગાંઘીઘામ તેમજ દવે ગાયત્રી સિદ્ધાર્થભાઇ, એમ.પી.પટેલ કન્યા વિદ્યાલય, ગાંધીધામના વિજેતાઓને પણ પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા.આ તકે ABRSM ક્ચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમાર તેમજ કોષાધ્યક્ષ કીતિઁભાઇ પરમાર જોડાયેલ હતા. ઓનલાઈન ક્વિઝ કોમ્પિટિશનમાં વિજેતા થનાર તમામ વિધાર્થીઓને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ પરીક્ષા સંયોજક અલ્પેશભાઈ જાની એ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ટીમ વતીથી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવેલ હતી.










