GUJARATKUTCHMANDAVI

દિવ્યાંગ આશરાધામ નાની ખાખર ખાતે દિવ્યાંગ પરિવારો ને મિષ્ટાન અને ફરસાણ નુ વિતરણ કરવામાં આવ્યું.

11-નવેમ્બર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી કચ્છ :- ધનતેરશ નાં દિવસે વિકલાંગ જીવન વિકાસ મંડળ નાની ખાખર ખાતે દાતાશ્રીઓ નાં સહયોગ થી જરૂરીયાતમંદ પચીસ જેટલા દીવ્યાંગ પરિવારોને દેશી ઘી થી બનાવેલો મોહનથાળ અને ફરસાણ એમ એક કિલો મિષ્ટાન અને એક કીલો ફરસાણ સંસ્થા નાં મંત્રી શ્રી હોથુજી પી જાડેજા તેમજ કાર્તિકસિહ જાડેજા નાં હસ્તે વિતરણ કરવામાં આવેલ. દાતાશ્રીઓ નાં સહયોગ થી આ સંસ્થા ધ્વારા અવાર નવાર જરૂરીયાતમંદ દિવ્યાંગ પરિવારો ને રાશનકીટ વિતરણ ,ટ્રાયસિકલ , વ્હીલચેર જેવા સાધનો તેમજ દર વર્ષે દિવાળી નાં શુભ પર્વ દરમ્યાન મિષ્ટાન અને ફરસાણ નુ વિતરણ કરવામાં આવે છે તેવુ સંસ્થા નાં વ્યવસ્થાપક ખુશાલ ગાલા એ જણાવ્યું.

[wptube id="1252022"]
Back to top button