શ્રી રિહેન એચ. મહેતા વિદ્યાલય,માંકડીમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ

7 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી રિહેન એચ. મહેતા વિદ્યાલય, માંકડીમાં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી. જેમાં ધોરણ – ૯/૧૦ અને ધોરણ – ૧૧/૧૨ ના વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી.વિદ્યાર્થીઓમાં એક શિક્ષક તરીકેના ઉમદા ગુણો વિકસે અને અભિયોગ્યતા કેળવાય તેવા હેતુ સાથે આજના દિવસે શાળાનું સંપૂર્ણ શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીઓ પોતાની જ શાળામાં પોતાની સાથે જ ભણતાં વિદ્યાર્થીઓને એક શિક્ષક તરીકે ભણાવી શિક્ષક તરીકેની ભૂમિકા અદા કરી હતી.આચાર્ય તરીકે સોલંકી નિધિ (ધોરણ ૧૨) ,સુપર વાઈઝર પ્રજાપતિ નિધિ,સેવક તરીકે સોલંકી જાગૃતિ અને ચૌહાણ અંજુબા સહિત બાળકોએ જુદા જુદા વિષયના શિક્ષકોની ભૂમિકા નિભાવી હતી.જેમાં આજના શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ઠ શિક્ષક તરીકે ની કામગીરી સંદીપ, જાનવી,ઝરણાં,કિરણ,મોનિકા,મનીષા વગેરેએ સિદ્ધિ હાંસલ કરી હતી.શાળાના આચાર્ય શ્રી ડૉ. રાકેશભાઈ કે. પ્રજાપતિએ બાળકોને શિક્ષક દિનની શુભકામના સાથે ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સ્ટાફ તરફથી નાસ્તો અને ઈનામ આપવામાં આવ્યા.