GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ તા.૧  જાન્યુઆરીએ સૂર્ય નમસ્કાર અભિયાન યોજાશે

સાંસદ, ધારાસભ્ય સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિત રહેશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મહાનગરપાલિકા નાયબ મ્યુનિસિપલ કમિશનર અજય ઝાપડાના અધ્યક્ષ સ્થાને સૂર્ય નમસ્કાર અભિયાનના સુચારું આયોજન અંગે બેઠક યોજાઇ હતી.
જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આલ્ફા વિધા સંકુલ, ખલીલપુર ખાતે અને મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ બહાઉદીન કોલેજ જૂનાગઢ ખાતે તા. ૧ જાન્યુઆરીના સવારે ૭ કલાકે યોજાશે. તેમજ જૂનાગઢના વિવિધ આઇકોનિક સ્થળોએ સૂર્ય નમસ્કાર અભિયાન યોજાશે. જેમાં દામોદર કુંડ ખાતે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ગિરનાર હિલ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ભવનાથ તળેટી ખાતે મેયર ગીતાબેન પરમાર, આલ્ફા વિધા સંકુલ ખાતે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ઉપરકોટ ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમ, બહાઉદીન કોલેજ ખાતે ઉપપ્રમુખ જિલ્લા પંચાયત જૂનાગઢ મુકેશભાઈ કણસાગરા સહભાગી બનશે.
તા. ૧ જાન્યુઆરીના રોજ સૂર્ય નમસ્કાર  અભિયાનમાં  સાંસ્કૃતિક કાર્યક્રમ, મહાનુભાવોનું  ઉદબોધન, રમતગમત મંત્રીનું ઉદબોધન લાઈવ, મુખ્યમંત્રીનું ઉદબોધન લાઈવ, સમૂહમાં ૧૧ સૂર્ય નમસ્કાર, રાજ્ય કક્ષાએ વિજેતા થયેલ સ્પર્ધકોનો સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો યોજાશે.

[wptube id="1252022"]
Back to top button