
આજરોજ શ્રી રામ કબીર ઉ.બુ.વિદ્યાલય રૂનાડ તા.જંબુસર જિ.ભરૂચ માં 77માં સ્વાતંત્ર્ય દિનની શાનદાર શા ઉજવણી કરવામાં આવી હતી. શાળા પટાંગણ માં રૂનાડ ગામના સપૂત અને આ શાળાનું ધોરણ-10નું પ્રથમ વાર પરિણામ આવેલું તેમાં પ્રથમ નંબર લાવી શાળાના SSC બોર્ડ ના પરિણામ માં પોતાનું પ્રથમ નામ અંકિત કરાવનાર એવા શ્રી પ્રવિણભાઈ ભાઇલાલભાઇ ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આચાર્ય છગનભાઈ પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ 5 વિદ્યાર્થીઓએ પોતાનું વક્તવ્ય રજુ કર્યુ હતું.મ.શિ. શ્રી હરિશભાઈ પઢિયારે આગવી શૈલીમાં સ્વાતંત્ર્ય દિનની શાનદાર સમજૂતી આપી હતી. શાળાની વિવિધ ઈવેન્ટમાં વિજેતા થયેલા 39 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા. પ્રસંગને અનુરૂપ વ્યારાથી ખાસ પધારેલા શાળાના સ્થાપક શ્રી રમણભાઇ પરમાર સાહેબે ઉદ્બોધન કર્યુ હતું. રૂનાડ ના કબીર ભક્ત મંડળ તરફથી શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને એક-એક ફૂલસ્કેપ નો ચોપડો એનાયત કર્યો હતો. શાળાના તેજસ્વી તારલાઓનું ખાસ સન્માન કર્યું હતુ. ત્યારબાદ નવા નિયુક્ત પ્રવાસી શિક્ષિકા શ્રીમતી ધર્મિષ્ઠાબેન (ગણિત-વિજ્ઞાન ) અને કું. કુસુમબેન ભીલાલાનું શાળા પરિવારે સન્માન કરી શાળામાં આવકાર્યા હતા. ત્યારબાદ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ એક પછી શાળાના ધો-9-10ના વિદ્યાર્થીઓએ રજુ કર્યો હતો. ગામના સરપંચ શ્રીમતી અરુણાબેન અર્જુનભાઇ જયંતિભાઈ પરમાર તથા ઉપસરપંચ શ્રીમતી શારદાબેન મૂકેશભાઇ દલપતભાઇ પરમાર સભ્ય શ્રીમતી મીનાબેન વિજયભાઇ પરમાર અને દિપસંગભા તથા નવલભાઈ ભૂતપૂર્વ સરપંચ શ્રી રમેશભાઇ ખાસ ઉપસ્થિત રહયા હતા. તે ઉપરાંત રૂનાડ,કનગામ,કિમોજ,ઔ.ટીંબીથી મોટી સંખ્યામાં વડિલો, બહેનો,યુવાનો ,
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવા નિયુક્ત પ્રવાસી શ્રીમતી ધર્મિષ્ઠાબેને કર્યું હતું. તો વળી મ.શિ. શ્રી અતુલભાઇ ચૌધરીએ ફોટોગ્રાફીની ફરજ નિભાવી હતી. આમ સવારે 9.00 વાગે કાર્યક્રમ શરૂ થયો હતો તે છેક બપોરે 1.00 વાગ્યે પૂર્ણ થયો હતો. દાતાઓ તરફથી શાળા વિકાસ માટે ઘણું દાન મળ્યું છે. છેલ્લે ગામના સરપંચશ્રી તરફથી મળેલ પ્રસાદ લઈ મીઠું મોઢું કરી સૌ છૂટા પડ્યા હતા. ત્યારબાદ વાલી મિટિંગ રાખવામાં આવી હતી. આમ આ 77માં રાષ્ટ્રીય પર્વ ની શાળા પરિવારે ખૂબ ધામધૂમ થી ઉજવણી કરી હતી.કાવી હોમગાર્ડ યુનિટમાં હોમગાર્ડ ના યુવાનો રાષ્ટ્રધ્વજ ને સલામી આપવા ખાસ ઉપસ્થિત રહયા હતા.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





