GUJARATSURENDRANAGARWADHAWAN
સુરેન્દ્રનગર SOG પોલીસે ગેંગ કેસ તથા ઘરફોડ ચોરીના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપીને બસ સ્ટેન્ડ પાસેથી દબોચી લીધો.

તા.15/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા એસઓજી પીઆઈ એચ.જે. ભટ્ટના માર્ગદર્શન હેઠળ બાતમી હકીકત મળેલ કે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુના કામે નાસતો ફરતો આરોપી અરૂણભાઈ વજુભાઈ વિરમગામીયા સુ.નગર બસ્ટેન્ડ પાસે કોઈ વાહનની રાહ જોઈને ઉભો છે તેવી ચોકકસ બાતમી મળતા જગ્યાએ તપાસ કરતા મજકુર ઈસમ મળી આવતા પકડી પાડી ઈસમની પુછપરછ કરતા પોત પોતાનું નામ અરૂણભાઈ વજુભાઈ વિરમગામીયા રહે. ન્યુ રાણીપ, ખોડીયાર માતાના મંદિર સામે આશ્રય 9 એચ 701 અમદાવાદ મુળ રહે. કંકાવટી ધ્રાંગધ્રા જી.સુ.નગર વાળા હોવાનું જણાવેલ અને પોતે છેલ્લા બે વર્ષથી ઉપરોકત ગુનાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા મજકુર ઈસમની ધોરણસર અટક કરી વધુ તપાસ અર્થે બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
[wptube id="1252022"]





