સુરેન્દ્રનગર SOG પોલીસે હથિયાર સાથેના ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર શખ્સને બજાણાથી ઝડપી લીધો.

તા.25/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ડો.ગીરીશ પંડયા નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં મિલકત વિરોધી ગુનાઓ તેમજ હથિયારધારાના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહીત પ્રવૃતી શોધી કાઢવા માટેની સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને પીઆઇ એચ જે ભટ્ટ નાઓના માર્ગદર્શન હેઠળ સોશ્યલ મીડીયામાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર ઈસમની તપાસ કરી પકડી પાડી ફોટો અપલોડ કરનાર મજકુર ઈસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ સકિલભાઈ સલીમભાઇ કુરેશી રહે. બજણા તા પાટડીવાળા હોવાનું જણાવેલ તેમજ પોતે ફોટામાં ધારણ કરેલ હથિયાર પોતાના સબંધી કરીમભાઈ જુશબભાઇ કુરેશી રહે.બજાણા પાટડી સુરેન્દ્રનગર વાળાનુ પરવાના વાળુ હથિયાર હોવાનું જણાવેલ જેથી સદરહુ ઈસમ સકિલભાઇ સલીમભાઇ કુરેશી નાઓ હથિયારનો પરવાનો ધરાવતા ના હોવા છતા તેમજ પરવાના ધારક કરીમભાઇ જુશબભાઇ કુરેશી નાઓએ પોતાનું પરવાનાવાળુ હથિયાર આ સકિલભાઇ સલીમભાઇ નાઓને કબ્જામાં આપેલ અને સકિલભાઇએ ફેસબુક ઉપર હથિયાર સાથે ફોટો અપલોડ કરેલ હોય જેથી મજકુર ઈસમ બંને ઈસમો, સકિલભાઇ સલીમભાઇ કુરેશી રહે. બજણા તા પાટડી સુરેન્દ્રનગર તથા પરવાના ધારક કરીમભાઇ જુશબભાઇ કુરેશી રહે.બજાણા તા. પાટડી સુરેન્દ્રનગર વાળાનાઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે અને બંને આરોપી વિરૂધ્ધ બજાણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.





