GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર પાલિકા ચીફ ઓફિસર તેમજ ફાયર ટીમ દ્વારા શહેરમાં મોલમાં ફાયરસેફ્ટી અંગે તપાસ હાથ ધરી

તા.27/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ રાજકોટમાં બનેલી ઘટનાને લઈ સફાળું જાગ્યું છે અને સુરેન્દ્રનગર શહેરના તમામ મોટા મોલ તેમજ હોસ્પિટલો અને કોમ્પ્લેકસમાં પણ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યાં ફાયર સેફ્ટી ન હોય તેવા તમામ કોમ્પ્લેક્ષ તથા મોલ અને ગેમ્સ ઝોન બંધ કરાવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગર શહેરમાં પીજીવીસીએલ વિભાગ, નગરપાલિકા અને રેવન્યુ વિભાગની ટીમો એલર્ટ બની હાલમાં કામે લાગી છે અને તાત્કાલિક ધોરણે જિલ્લામાં આવેલી તમામ હોસ્પિટલ તેમજ મોલ તેમજ ભીડવાળી જગ્યામાં ફાયર સેફટી છે કે નહીં, તે અંગેનો સાંજે 7:00 વાગ્યા સુધીમાં રિપોર્ટ સોંપવામાં આવશે સાથે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ નગરપાલિકાના ચીફ ઓફિસરોને પણ કડક સૂચના આપવામાં આવી છે આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કેયુર સી. સંપટે રાજકોટની કારમી ઘટના બાદ સુરેન્દ્રનગરના બે ગેમઝોન એનઓસી અને પરમિશનની વિગત રજૂ ના કરે ત્યાં સુધી બંધ કરવામાં આવ્યા છે અને સાથે સુરેન્દ્રનગર નગરપાલિકા, ફાયર, રેવન્યુ, પોલીસ, પીજીવીસીએલ અને આર એન્ડ બી અધિકારીઓની બનેલી ટીમો દ્વારા ડી માર્ટ, રિલાયન્સ માર્ટ, ફૂડ ઝોન, મલ્ટીપ્લેક્સ, વોટર એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક, મોલ વગેરે તમામ સ્થળોનું હાલમાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

[wptube id="1252022"]
Back to top button