GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ટીમે સાંકળી ભોગાવો નદીમાં ગેરકાયદેસર રેતી વોશ પ્લાન્ટ લોડર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો.

રેતી ચાળવાના વોશપ્લાન્ટ, લોડર મશીન, ટ્રક, ડમ્પર સહિતનો અંદાજે રૂ. 1.15 કરોડનો મુદામાલ સીઝ કર્યો.

તા.13/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

રેતી ચાળવાના વોશપ્લાન્ટ, લોડર મશીન, ટ્રક, ડમ્પર સહિતનો અંદાજે રૂ. 1.15 કરોડનો મુદામાલ સીઝ કર્યો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજનું ખનન વહન તંત્ર માટે પડકારૂપ સાબિત થઇ રહ્યુ છે કારણે દિવસે દિવસે મોતના ખાડાઓ સાથે ભૂમાફિયાઓ કાળી કમાણી તરફ વળતા તંત્ર હરકતમાં આવ્યુ હતુ પરિણામે જિલ્લા કલેકટરની સૂચનાથી ખાણખનિજ તંત્રે વઢવાણના સાંકળીના ભોગાવા નદીમાં તેમજ જિલ્લામાં દરોડા કર્યા હતા જેમાં રેતી ચાળવાના વોશપ્લાન્ટ, લોડર મશીન, ટ્રક, ડમ્પરો સહિતનો અંદાજે રૂ. 1.15 કરોડનો મુદામાલ સીઝ કરાતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો જિલ્લા કલેકટરની સૂચનાથી ભૂસ્તરશાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ખનીજ વિભાગની તપાસ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં વઢવાણ તાલુકાના સાંકળી ગામના ભોગાવા નદીમાં દરોડો કર્યો હતો જેમાં એક રેતી ચાળવાનો વોશ પ્લાન્ટ તેમજ એક લોડર મશીન તેમજ ટ્રક ગેરકાયદે સાદી રેતી ખનીજના સંગ્રહ કરતુ હોવાનું ધ્યાને આવતા આ મુદામાલ સીઝ કરાયો હતો આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં રોડ ચેકિંગ કરતા બે ડમ્પરોમાં કાબ્રોસેલ ખનીજ, ત્રણ ડમ્પરોમાં બ્લેકટ્રેપ ખનીજ, બે ડમ્પરોમાં સાદી રેતી તેમજ એક ડમ્પરમાં સિલિકાસેન્ડ ખનીજ ગેરકાયદે વહન કરતા સીઝ કરવામાં આવ્યા હતા આ દરોડાઓમાં અંદાજે કુલ રૂ. 1.15 કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવતા ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button