GUJARATLIMBADISURENDRANAGAR

સુરેન્દ્રનગર LCB પોલીસે લિંબડી ઓનેસ્ટ હોટલ પાસેથી 10 મોબાઇલ સાથે બે ઈસમોને દબોચી લીધા.

તા.06/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર એલસીબી ઈનચાર્જ પીઆઇ બી એલ રાયજાદાએ સુરેન્દ્રનગર જિલ્લામાં સધન પેટ્રોલિંગ કરી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપતાં એલસીબી ટીમના પીઆઇ બી એલ રાયજાદા,પો.હે.કો. વિજયસિંહ પરમાર, કુલદીપભાઇ બોરીયા, કરશનભાઈ લોહ સહીત સમગ્ર ટીમ દ્વારા બાતમી મેળવી લીમડી નેશનલ હાઈવે રોડ પર ઓનેસ્ટ હોટલ પાસેથી બે ઈસમો જેમાં વિજયભાઈ નારાયણભાઈ ધનાભાઇ પરમાર રહે લિંબડી પુલ નીચે મુળ સાણંદ તાલુકા પંચાયત પાછળ અમદાવાદ, રૂપેશભાઈ રતિલાલભાઈ ઉકાભાઇ સોલંકી રહે તળાજા રોયલ ચોકડી હનુમાન પરા મારુતી જીનની સામે ભાવનગર જેઓને સુરેન્દ્રનગર જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી અલગ અલગ કંપનીના ચોરી કરેલ એન્ડ્રોઇડ મોબાઈલ ફોન નંગ 10 કિ.રૂ.33,000 ના મુદ્દામાલ સાથે જપ્ત કરી મજકુર ઈસમો વિરૂધ્ધ લિંબડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button