
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની ગાંધીનગર ઇન્ટેલિજન્સ બ્યુરોમાં એસ.પી તરીકે બદલી થઈ…
ગુજરાત સરકારનાં ગૃહ વિભાગ દ્વારા આજરોજ કુલ 70 જેટલા આઈ.પી.એસ અને એસ.પી.એસ કક્ષાનાં અધિકારીઓનો બદલીનો ગંજીપો ચિપ્યો છે.જેમાં ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા આઈ.પી.એસની પણ બદલી થઈ છે.ડાંગ જિલ્લામાં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા રવિરાજસિંહ જાડેજા આઈ.પી.એસની ઇન્ટીલીજન્સ બ્યુરો વિભાગ તથા એસ.આર.પી.એફ ગ્રુપ પ્રોટેક્શન ગાંધીનગર ખાતે એસ.પી તરીકે બદલી થઈ છે.ડાંગ જિલ્લામાંથી પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની બદલી થતા તેઓની જગ્યાએ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે યશપાલ જગન્યા આઈ.પી.એસ. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ઝોન-3 વડોદરાની નિમણૂક કરાઈ છે..
[wptube id="1252022"]





